બાલાસૌર. ભારતે આજે 3000 કિ.મી રેંજની સર્ફેસ ટૂ સર્ફેસ પરમાણુશસ્ત્ર લઇ જઇ શકે તેવી અગ્નિ-3 મિસાઇલનું ઓરિસ્સાના દરિયા કિનારેથી પરિક્ષણ કર્યું હતું. જે 100% સફળ રહ્યું છે. આ મિસાઇલ લાંબા અંતરની જમીનથી જમીન પર માર કરવાની અને પરમાણુ ક્ષમતા ધરાવતી અગ્નિ-3 મિસાઈલ છે.
રક્ષા સૂત્રોના જણવ્યા મુજબ ઇંટરમીડીએટ રેંજ બેલીસ્ટીક મિસાઇલ(આઇઆરબીએમ)ને આજે સવારે 9.56 વાગ્યે ઇંટીગ્રેટેડ ટેસ્ટ રેંજના લોંચ કોમ્પલેક્સ(એલસી-4) પરથી મોબાઈલ લોંચર વડે છોડવામાં આવી હતી.
આ મિસાઈલ 16 મીટર લાબી અને 1.8 મીટર પહોળી છે અને તેને છોડવામાં આવી ત્યારે સફેદ ધુમાડા સાથે થોડીક જ ક્ષણોમાં અદ્રશ્ય થઈ ગઈ હતી. અગ્નિ-3 મીસાઈલ ઓન બોર્ડ કમ્પ્યુટર સાથે જોડાયેલી છે.
મિસાઈલ પરિક્ષણનું પરિણામ સફળ રહેતા દેશવાસીઓ ગૌરવ લેવા જેવી બાબત છે કેમકે એક વખત અસફળ રહેનાર પરિક્ષણ આ વખતે સફળ રહ્યું હતું. આ મિસાઇલની ક્ષમતા જોવા જઇએ તો ચીનના શહેરો બૈજીંગ અને શાંઘાઇને ટાર્ગેટ કરી શકે છે.
આ સફળતાથી ડીઆરડીઓના વિજ્ઞાનિકો ગેલમાં આવી ગયા હતા અને જણાવ્યું હતું કે, સાચેજ ભારતનું આગામી મિશન હશે ઇંટરકંટિનેંટ્લ ક્ષમતાવાળી મિશાઇલ અગ્નિ-4 એમની મારક ક્ષમતા 5000 કિ.મીની હશે.
તેવીજ રીતે અગ્નિ-3ના વર્જનની અગ્નિ-3 એસએલનામની મિનિએચ્યુરાઇઝ સબમરીન પુરેપુરી બની જવાની તૈયારીમાં છે અને નજીકના ભવિષ્યમાં તેનું પણ પરિક્ષણ કરવામાં આવશે.
અંત્રે નોંધનિય છે કે, અગિન-3 મિસાઇલનું પ્રથમ પરિક્ષણ 9મી જુલાઇ, 2006માં કરવામાં આવ્યું હતું ત્યારે તેનું વજન 48 ટન હતું. પરંતુ તે નિષ્ફળ ગઇ હતી, તેવીજ રીતે આ મિસાઇલનું બીજુ પરિક્ષણ 12મી એપ્રિલ, 07ના રોજ કરવામાં આવ્યું ત્યારે ટાર્ગેટને નિશાન બનાવવામાં તેણે 15 મિનિટનો સમય લીધો હતો તેવું રક્ષા સૂત્રોએ છેલ્લે જણાવ્યું હતું.
|