જમ્મૂ કશ્મીરમાં રિયાસી જીલ્લાનાં અરનાસ જીલ્લામાં સુરક્ષા દળોએ વીતી રાત્રે આતંકવાદીઓનાં અડ્ડા પર દરોડા પાડી મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કર્યા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બાતમીનાં આધારે સુરક્ષા દળોએ અનરાસ પવર્તનાં ગાઢ જંગલોમાં દરોડા પાડી આતંકવાદીઓનાં અડ્ડાની માહિતી મેળવી હતી તથા તેમાંથી છ ગ્રેનેડ લોન્ચર, પિસ્તોલની એક મેગ્જીન, પિસ્તોલનાં 20 કારતૂસ, એકે 47નાં કારતૂસ અને એક રોકેટ લોન્ચર તથા અન્ય દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.
|