યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આતંકવાદનો સામનો કરવાની રીતોને લઈને જનતાને ભ્રમિત કરવા માટે ભારતીય જનતા પક્ષની નિંદા કરી હતી.
સોનિયા ગાંધી કર્ણાટકની રાજધાની બેંગલૂર નજીક તુમકુરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં આક્ષેપ કર્યો હતો કે, પોતાનાં કાર્યકાળ દરમિયાન આતંકવાદની સમસ્યાનો સામનો કરવામાં નિષ્ફળ રહેલા રાજગની ખામીઓ છૂપાવવા માટે ભાજપ કોંગ્રેસ પર આ પ્રકારની ખોટી બયાનબાજી કરે છે. તત્કાલીન રાજગ સકાર સંસદને સુરક્ષિત રાખી ન શકી અને તે દરમિયાન જ સંસદ પર આતંકવાદી હુમલા થયા.
ગુજરાતનાં અક્ષરધામ મંદિરમાં થયેલા આતંકવાદી વિસ્ફોટમાં ઘણા નિર્દોષ લોકોનાં મૃત્યુ થયા હતાં. ભાજપ આતંકવાદનો સામનો કરવામાં નાકામ રહ્યા બાદ હવે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે.
|