પશ્ચિમ બંગાળમાં 24 ઉત્તર પરગણા જીલ્લાનાં હિંગલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં અમ્બેરિયા ગામમાં તૃણમૂળ કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પક્ષનાં કાર્યકર્તાઓ વચ્ચે સંઘર્ષમાં પાંચ પોલીસ કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતાં.
પોલીસે જણાવું હતું કે, ગઈકાલે સવારે ભાજપનાં એક સમર્થકનું શબ મળ્યું હતું. ભાજપે અને તૃણમૂળ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આ હત્યા પાછળ માકપાનો હતો છે અને તેનાં શબને લઈને દેખાવો કર્યા હતાં. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ એક સ્થાનીક માકપા નેતાનાં ઘર પર હુમલો કર્યો હતો. જેથી આ રાજકીય પક્ષોનાં કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી.
પોલીસે ઘટનસ્થાળે પહોંચી સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. આ દરમિયાન પાંચ પોલીસ કર્મચારીઓ સહિત 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે, સંઘર્ષ દરમિયાન માકપાનાં કાર્યકર્તાઓએ સાતથી વધુ મકાન અને દુકાનોમાં લૂંટ ચલાવી હતી.
|