દિલ્હી નજીક આવેલા ઉત્તર પ્રદેશનાં નોએડામાં એક મહિલા સોફ્ટવેર એન્જીનિયરે વીતી રાત્રે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. જીવન ટૂંકાવનારી મહિલા વાણિજ્ય કર વિભાગનાં ઉપાયુક્ત જે.પી.સિંહની પુત્રી હતી.
નગર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મહેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, સેક્ટર 56 માં રહેતી 25 વર્ષની રીના સિંહે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તે પિતા સાથે ઝગડા બાદ પોતાનાં કુટુંબથી જુદી રહેતી હતી.
મૃત્યુ પામનારી યુવતીએ સૂસાઈડ નોટમાં પોતાનાં મોત માટે કોઈને પણ જવાબદાર ઠેરવ્યા નથી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે આ પ્રેમ પ્રકરણનો મામલો હોઈ શકે છે.
|