નવી દિલ્હી. કેન્દ્ર સરકારને આજે જોરદાર જટકો આપતા સુપ્રીમકોર્ટે ઓલ ઇંડિયા ઇંસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયંસ(એઆઈઆઈએમએસ)ના નિર્દેશક હ્રદયરોગના નિષ્ણાત(કાર્ડિયોલોજીસ્ટ) પી વેણુગોપલને તેની ફરજ ઉપર ચાલું રહેલાનો હુકમ કર્યો હતો. તેઓને કેન્દ્રીય આરોગ્યમંત્રી અંબુમણી રામદોસ એ કાયદાનો દૂરપ્રયોગ કરીને ફરજ પરથી નિવૃત કરવામાં આવ્યા હતા.
ડો. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેની સાથે ભેદભાવ રાખીને ઈરાદાપૂર્વરક તેને ફરજમાંથી નિવૃત કરવામાં આવ્યા છે. તરૂણ ચેટર્જી અને એચ. એસ. બેદીની ખંડપીઠે વેણુગોપાલનું સમર્થન કર્યું હતું. અને વેણુગોપાલે પોતાની દલીલ રજૂ કરતા જણાવ્યું હતું કે, રામદોસ સાથે તેમને થયેલા મતભેદને કારણે તેમને ફરજ મુક્ત કરવા માટે કાયદામાં ખાસ સુધારાઓ કરવામાં આવ્યા હતા.
વેણુગોપાલની નિવૃતીની સાથે એમ્સના બંધારણમાં નિવૃતી માટેની ઉમર મર્યાદા 65 વર્ષ કરી દેવામાં આવી હતી. ભૂતપૂર્વ કાયદા મંત્રી અરૂણ જેટલીએ વેણુગોપાલ વતી દલિલ કરતા જણાવ્યું હતું કે, એમ્સના નિવૃતી સબંધી કાયદાઓ ખરેખર અયોગ્ય છે.
સુપ્રિમ કોર્ટે આજે ઐમ્સ સુધારા કાયદાને ફગાવ્યા બાદ ભાજપે આજે આરોગ્યમંત્રી અંબુમણી રામદોસની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે હવે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.
ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે આરોગ્યમંત્રીના રોગગ્રસ્ત વલણના કારણે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. શરુઆતથી જ આરોગ્યમંત્રી રોગગ્રસ્ત વલણ દાખવી રહ્યાં છે. રાજકીય ઈરાદાથી અને અંગત અહંકાર સંતોષવા માટે એમ્સ સુધારો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. નકવીએ આરોપ મુક્યો હતો કે સંસદમાં ખરડો પસાર કરાવીને રામદોસે સંસદની ગરિમાને ઠેસ પહોંચાડી છે. રામદોસ માટે પછડાટરૂપ આદેશમાં સુપ્રિમ કોર્ટે વિવાદાસ્પદ ઐમ્સ સુધારા કાયદાને ફગાવ્યો હતો.
|