નવી દિલ્હી. ઉચ્ચતમ ન્યાયાલયે આજે કેન્દ્રને તાકિદ કરી હતી કે, મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના નિર્દેશો અનુસાર રામ સેતુનુ પુરાતાત્વિક સર્વેક્ષણ કરાવવાની સંભાવનાની તલાશ કરવામાં આવે, જેથી સેતુને પ્રાચિન સ્મારક ઘોષિત કરી શકાય કે કેમ, તે સુનિશ્ચિત થઈ શકે.
પ્રધાન ન્યાયાધીશ કે જી બાલકૃષ્ણનની અધ્યક્ષતા વાળી પીઠે આ મામલાને 22મી સુધી સ્થગીત કરી દીધો હતો અને કહ્યુ હતુ કે, આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર અન્ય માર્ગો દ્વારા સેતુસમુદ્રમ પરિયોજનાને કાર્યરત કરવાની સંભાવના પર વિચાર કરશે.
|