મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અયોધ્યામાં સાધુનો ગળેફાંસો ખાઈ આપઘાત

અયોધ્યા. અયોધ્યામાં સ્થિત સરયૂ રેલ્વે પુલ નજીક એક સાધુએ ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે સ્થાનીક પોલીસે અક્સમાત મોત નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક સાધુના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનુ બહાર આવ્યુ હતુ.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, અયોધ્યાના મણિરામ છાવણી મંદિરના સાધુ બલરામ દાસે સરયૂ નદીના પુલ પાસે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકની લાશને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

સાધુના મૃતદેહ પાસેથી પોલીસને એક પત્ર મળી આવ્યો હતો. જેમાં તેના પ્રેમ પ્રકરણનો ઉલ્લેખ હોવાનુ બહાર આવ્યુ હતુ. સાધુના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ હતુ.
ઘણું બધુ
રામસેતુને પ્રાચિન સ્મારક ઘોષીત કરી શકાય ??
એમ્સના નિર્દેશક ફરજ પર ચાલુ - SC
સેતુ સમુદ્રમમાં આસ્થા નહીં : અગ્નિવેશ
જમ્મૂની જેલમાં એક કેદીનું મોત
ખેડૂતોને માસિક પગાર આપવાની યોજના
સબીલ બેંગલૂર પહોંચ્યો