મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સ્ત્રીઓને નમાજ પઢવાનો અધિકાર નહી
વાર્તા

દેવબંદ. ઉત્તરપ્રદેશના દેવબંધમાં દારૂલ ઉમૂલે મુસ્લીમ મહિલાઓને મસ્જીદમાં જઈને નમાજ અદા કરવાની તેમજ તેમણે ઈમામત(નમાજ પઢાવવાનો હક આપવાની મંજુરી) આપવાથી મનાઈ કરી દિધી હતી.

દારૂલ અમૂલે મોહતમિન મૌલાના મરગુબૂર્રહમાન તેમજ મુફ્તી જફીરૂદ્દીને જણાવ્યું કે દારૂલ ઉમૂલ મહિલા પર્સનલ લો બોર્ડની અધ્યક્ષ શાઈસ્તા અંબરની મહિલાઓને ઈમામ બનવા તેમજ મસ્જીદમાં નમાજ પઢાવવાની ઘોષણાથી બિલકુલ સહેમત નથી. તેઓ આને ગૈર ઈસ્લામીક પણ માને છે.

મૌલાનાએ જણાવ્યું કે હજરત પૈગમ્બર સાહેબના જમાનામાં થોડાક સમય સુધી મહિલાઓએ મસ્જીદમાં નમાજ પઢી હતી. તેઓ પુરૂષોની પાછળ ઉભી રહેતી હતી. ઈમામ પુરૂષ રહેતો. ત્યર બાદ મોહમ્મદ સાહેબ તેની પર મનાઈ લગાવી દિધી હતી.

તેમણે કહ્યું કે મહિલાઓ ઘરની અંદર બેસીને નમાજ પઢી શકે છે ત્યાં કોઈ પણ ઈમામત નહી કરી શકે.

મુફ્તી જફીરૂદ્દીને હજરત પૈગમ્બર સાહેબના હવાલાથી જણાવ્યું હતું કે મોહમ્મદ સાહેબે જાતે ફરમના કર્યું હતું કે મહિલાઓ જમાતની સાથે નમાજ ન પઢે.

મુફ્તી જફીરૂદ્દીને સ્પષ્ટ કર્યું કે ઈમામ અબૂ હનીફાને માનનારા દેવબંધી મુસલમાન આ જ પરંપરાને માને છે અને તેનું જ અનુસરણ કરે છે.
ઘણું બધુ
અયોધ્યામાં સાધુનો ગળેફાંસો ખાઈ આપઘાત
રામસેતુને પ્રાચિન સ્મારક ઘોષીત કરી શકાય ??
એમ્સના નિર્દેશક ફરજ પર ચાલુ - SC
સેતુ સમુદ્રમમાં આસ્થા નહીં : અગ્નિવેશ
જમ્મૂની જેલમાં એક કેદીનું મોત
ખેડૂતોને માસિક પગાર આપવાની યોજના