મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મુસ્લીમ મહિલાઓએ મસ્જીદમાં નમાઝ અદા કરી

લખનૌ. ઉત્તરપ્રદેશ આવાસ વિકાસ પરિષદે પોતાના લેઆઉટ પ્લાનમાં એસજીપીજીઆઈની પાસે બરૌલી રોડ પર આવેલ મસ્જીદની વચ્ચે રસ્તો કાઢ્યો જેના વિરોધમાં મસ્જીદમાં આજે ઓલ ઈંડિયા મુસ્લીમ મહિલા પર્સનલ લો બોર્ડની અધ્યક્ષ શાઈસ્તા અમ્બરની સાથે ઘણી મુસ્લીમ મહિલાઓએ નમાઝ પઢી હતી.

અ પહેલો બનાવ છે કે મુસ્લીમ ધાર્મિક બાબતમાં મહિલાઓએ આગળ આવીને તેના વિરોધ પ્રદર્શમાં મસ્જીદમાં નમાઝ પઢી હતી. ઓલ ઈંડિયા મુસ્લીમ મહિલા પર્સનલ લો બોર્ડની અધ્યક્ષ શાઈસ્તા અમ્બરનું કહેવું છે કે ઉત્તરપ્રદેશ આવાસ વિકાસ પરિષદે પોતાના લે આઉટ પ્લાનમાં એસજીપીજીઆઈની પાસે બડૌલી સ્થિત મસ્જીદની વચ્ચે રસ્તો કાઢ્યો છે અને આવું કરીને તેણે ખેડુતોની જમીનને પચાવી પાડીને સાંપ્રદાયિકતા ફેલાવવાનો કુત્સિત પ્રયાસ કરી રહ્યો છે.

શાઈસ્તા અમ્બરે વેબદુનિયાને જણાવ્યું કે આજથી પહેલાં મુસ્લીમ મહિલાઓ ધાર્મિક બાબતમાં કોઈ જ હસ્તક્ષેપ નહોતી કરતી પરંતુ હવે મુસ્લીમ મહિલાઓને પણ બરાબરનો હક છે. તેમને જણાવ્યું કે તેઓ 1999થી મસ્જીદમાં નમાઝ અદા કરતી આવી છે.

તેમનું કહેવું છે કે જો મુસ્લીમ મહિલાઓ પુરૂષોની સાથે હજ કરવા માટે સાઉદી અરેબિયા જઈ શકે છે તો ધાર્મિક બાબતોમાં પણ બરાબર હસ્તક્ષેપ કરી શકે છે.
ઘણું બધુ
અર્જુનસિંહની પુસ્તકનું લોકાર્પણ
બદ્રીનાથના દ્વાર ખુલ્યા
સ્કારલેટ પર ફિલ્મ બનશે
સ્ત્રીઓને નમાજ પઢવાનો અધિકાર નહી
અયોધ્યામાં સાધુનો ગળેફાંસો ખાઈ આપઘાત
રામસેતુને પ્રાચિન સ્મારક ઘોષીત કરી શકાય ??