મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સરિસ્કામાંથી 25 વાઘ ભેદી સંજોગોમાં ગાયબ

જયપુર. સરિસ્કા અભ્યારણ્યમાંથી 25 વાઘ ગાયબ થઈ જવાની ઘટના બાદ સરકારે રણથંભોરમાંથી વાઘ-વાઘણ લાવીને ત્યાં છોડવાનો નિર્ણય લીધો છે. સરકારનો આ નિર્ણય નિરાશાજનક હોવાનુ પિપલ્સ ફોર એનિમલ્સ સંગઠનનુ માનવુ છે.

સંગઠનના પ્રદેશ પ્રભારી બાબૂલાલ જાજુએ વાઘ પરિયોજનાના અધ્યક્ષ પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહને પત્ર લખીને આ નિર્ણય ઉપર પુનઃ વિચાર કરવાની માગ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યુ છે કે, વર્ષ 2003માં સરિસ્કામાં 25 વાઘ હતા અને 2004 સુધી વાઘોના સંરક્ષણ પર સરિસ્કા અને રણથંભોરમાં 125 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

પરંતુ, વર્ષ 2005ની ગણતરી મુજબ સરિસ્કામાં એક પણ વાઘ બચ્યો ન હતો. જેને જોતાં ત્યાં વાઘોના સંરક્ષણ માટે કોઈ યોજના ઉપર ગંભીરતાથી કાર્ય થતુ હોય તેમ જણાતુ નથી. સરિસ્કા ક્ષેત્રમાં 29 આવાસિય સ્થળો છે અને એક ધાર્મિક સ્થળ પર છે.

જેથી દરરોજ સેંકડો લોકો જંગલમાં અવર-જવર કરી રહ્યા છે. આ પ્રકારના સંજોગોને જોતાં અહીં વાઘના સંરક્ષણ ઉપર ખતરો ઉપસ્થિત થયો છે. ગાયબ થયેલા 25 વાઘ વિષે વિસ્તૃત તપાસ કર્યા સિવાય ત્યાં ફરીથી બીજા વાઘને છોડવા મુર્ખતા ભર્યુ પગલુ છે તેવુ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. સરિસ્કાને માનવ રહિત બનાવ્યા બાદ તેમાં વધુ વાઘ છોડવા જોઈએ તેવી સલાહ પણ તેમણે આપી હતી.
ઘણું બધુ
પશ્ચિમી ચંપારણ્યના જંગલમાં વાઘનો શિકાર
મુસ્લીમ મહિલાઓએ મસ્જીદમાં નમાઝ અદા કરી
અર્જુનસિંહનાં પુસ્તકનું લોકાર્પણ
બદ્રીનાથના દ્વાર ખુલ્યા
સ્કારલેટ પર ફિલ્મ બનશે
સ્ત્રીઓને નમાજ પઢવાનો અધિકાર નહી