શ્રીગંગાનગરશ. ગુપ્તચર નિર્દેશાલય અને સીમા કસ્ટમ વિભાગની સંયુક્ત ટુકડીએ બાતમીના આધારે પંજાબથી આવી રહેલા એક ટ્રકમાંથી લગભગ 28 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યુ હતુ. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા 28 કરોડ હોવાનુ બહાર આવ્યુ હતુ.
આધિકારીક સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, બાતમીના આધારે બંને એજન્સીની સંયુક્ત ટુકડીએ શ્રીગંગાનગર વિસ્તારમાં નાકાબંધી કરી હતી. તે દરમિયાન એક ટ્રક ત્યાંથી પસાર થઈ હતી.
અધિકારીઓએ ટ્રકને રોકીને તેની તલાશી લેતામાં તેમાંથી 28 કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. હેરોઈનનો આ જથ્થો સ્ટેપનીમાં છુપાવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 28 કરોડ રૂપિયા હોવાનુ બહાર આવ્યુ હતુ. ટ્રકમાંથી પકડાયેલા એક વ્યક્તિની અધિકારીઓએ પુછતાછ શરૂ કરી છે.
|