મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડીએસપીના ઘરે ચોરી

નોઈડા. ગ્રેટર નોઈડાના સેક્ટર બીટાના ડીએસપીના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરતાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ અધિકારીના ઘરે થયેલી ચોરીની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

બનાવ અંગે નોંધાયેલી ફરિયાદને આધારે સ્થાનીક પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તસ્કરોનુ પગેંરુ પામવાના પ્રયત્નો શરૂ કર્યા છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ગ્રેટર નોઈડાના ડીએસપી રાફલ સિંહ તોમરના બડૌત સ્થિત મકાનમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા.

તસ્કરોએ મકાનમાંથી રોકડ રકમ તથા દાગીના મળી હજારોની મતાની ચોરી કરી હતી. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદને આધારે સ્થાનીક પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ઘણું બધુ
મેટ્રો રેલના ગોડાઉનમાં આગ
કુપવાડામાં બે આતંકવાદી ઠાર
સીઆરપીએપ અધિકારી સામે મહિલાઓની ફરિયાદ
28 કરોડની કિંમતનુ હેરોઈન જપ્ત
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા
સરિસ્કામાંથી 25 વાઘ ભેદી સંજોગોમાં ગાયબ