મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કોર્પોરેટ જાસૂસો સામે અન્ડર કવર એજન્ટ

નવી દિલ્હી. એક્સપોર્ટ હાઉસ, બીપીઓ તથા એફએમસીજી જેવા ક્ષેત્રોના કર્મચારીઓ દ્વારા કાર્યાલય અથવા ગ્રાહકોની જાણકારી હરિફ કંપનીને પહોંચાડતાં કોર્પોરેટ જાસૂસો ઉપર લગામ કસવા માટે હવે અન્ડર કવર એજન્ટો હાજર છે.

એસોશિયેશન ઓફ પ્રાઈવેટ ડિટેક્ટીવ બોડી ઓફ ઈન્ડીયાના અધ્યક્ષ કુંવર વિક્રમ સિંહે જણાવ્યુ હતુ કે, ઔધોગિક એકમોમાં કોર્પોરેટ જાસૂસીના મામલા ઝડપથી વધી રહ્યા છે. દરવર્ષે 500થી વધુ કંપનીઓ આ સંદર્ભે મદદ માટે તેઓનો સંપર્ક કરી રહી છે.

ઉધોગ વિશેષજ્ઞોનુ કહેવુ છે કે, આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે કંપનીઓ હવે અન્ડર કવર એજન્ટ નિયુક્ત કરી રહી છે. એજન્ટો પોતાની આગવી શૈલીથી કોર્પોરેટ જાસૂસોને પકડે છે અને ત્યારબાદ કંપનીના અધિકારીઓ દ્વારા તેઓની સામે પગલાં લેવામાં આવે છે.
ઘણું બધુ
ડીએસપીના ઘરે ચોરી
મેટ્રો રેલના ગોડાઉનમાં આગ
કુપવાડામાં બે આતંકવાદી ઠાર
સીઆરપીએપ અધિકારી સામે મહિલાઓની ફરિયાદ
28 કરોડની કિંમતનુ હેરોઈન જપ્ત
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા