સાંબા. જમ્મુ-કાશ્મીરના સામ્બા ક્ષેત્રમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક અખબારના તસવીરકાર સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. આતંકવાદીઓ તથા સુરક્ષા જવાનો વચ્ચે સર્જાયેલી મુઠભેડમાં એક આતંકવાદી પણ ઠાર મરાયો હતો.
અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, સીમા સુરક્ષા દળની ચોકી પર ગોળીબાર કરીને ભારતીય સીમામાં પ્રવેશી ચુકેલા આતંકવાદીઓએ કાલીમંડી વન વિસ્તારમાં રહેતા રાજનેતા હોશિયાર સિંહના ઘર ઉપર હુમલો કર્યો હતો અને તેમની હત્યા કરી નાંખી હતી.
ત્યારપછી આતંકવાદીઓએ તેમની પત્નીને પણ પતાવી દીધી હતી. આ બનાવની જાણ થતાં જ સ્થળ પર પહોંચેલા સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે જોરદાર સંઘર્ષ ચાલ્યો હતો. તે દરમિયાન ઘટનાની ફોટોગ્રાફી કરી રહેલા સ્થાનીક અંગ્રેજી અખબારના તસવીરકારને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો અને તેની ઉપર ગોળીબાર કરીને તેની હત્યા કરી નાંખી હતી. સુરક્ષા જવાનોના ગોળીબારમાં એક આતંકવાદીનુ પણ મોત નીપજ્યું હતુ.
|