સતના. સતના જિલ્લામાં સાત મે થી 11 મેની વચ્ચે ઉચેહરા વિકાસ ખંડ અંતર્ગત 5 બાળકોના અજ્ઞાત કારણોસર મોત નિપજ્યાં હતાં. મુખ્ય જિલ્લા મેડિકલ અધિકારીએ જણાવ્યું હતું કે, ડોકટરોની એક ત્રણ સભ્યોની ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને આ બીમારી રોકવાનો ઉપાય કરી રહી છે.
અત્યાર સુધીમાં જે 5 બાળકોના મોત થયા છે, જેમના નામ નીલેષ કોલ(વર્ષ-8), અર્ચના કોલ(7), ગુડિયા (3), રાહુલ કોલ(10 મહિના) અને શાંતિ કોલ(અઢી વર્ષ) જાણવા મળ્યા છે.
|