યમુનાનગર. હરિયાણાના યમુનાનગરમાં સામુહિક બળાત્કારનો ભોગ બનેલી એક પિડીત મહિલાના કેસમાં આરોપીને પકડવામાં પોલીસની નિષ્ક્રિયતાને લીધે આ મહિલા નર્સે પોલીસ સ્ટેશનમાં પોતાના કપડા ઉતારીને પોલીસ સ્ટાફનો ખુલ્લો વિરોદ્ધ કર્યો હતો. તેમછતાં પોલીસ આ ડ્રામા મુખપ્રેક્ષક બનીને જોઇ રહી હતી.
યમુનાનગરના ખાનગી દવાખાનામાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ભાઈ અને બહેનને સાથે રાખીને બે કલાક સુધી પોલીસ સ્ટેશનમાં આ ધમાલ મચાવી હતી. મહિલાએ એવી માગણી કરી હતી કે તેના ઉપર ગેંગરેપ કરનાર ત્રણ વ્યક્તિઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. મહિલાએ આ પહેલા પણ પોલીસ સાથે ઝઘડો કર્યો હતો.
મહિલા નર્સે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ સામે પોતાનો કુર્તો ફાડી નાખ્યો હતો. મહિલાએ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરી હોવા છતાં આરોપી બિન્દાસ બહાર ફરી રહ્યા હોવાનો વિરોધ કરવા મહિલાએ પોલીસ સામે આ નાટક કર્યું હતું.
મહિલાએ પોલીસ સામે રજૂઆત કરી હતી કે, આરોપી વગદાર વ્યક્તિ છે, તેમજ ઘણા સમયથી તેના પરિવારને ધમકીઓ આપી રહ્યો છે. મહિલાના ભાઈ અભિષેકે જણાવ્યું હતું કે, તેણે બળાત્કારીને પોલીસની હાજરીમાં તેની બહેનને થપ્પડ મારતા જોયો છે. તેઓ અમને હેરાન કરી રહ્યા છે. જ્યારે પોલીસ કોઈ પગલા ભરી રહી નથી.
જ્યારે બીજી બાજુ પોલીસ એવી દલીલ કરી રહી હતી કે, મહિલા ત્રણ વ્યક્તિઓના નામ આપવાની ના પાડી રહી છે. તેમજ તેનું સ્ટેટમેન્ટ આપવાનો પણ ઈન્કાર કરે છે.
યમુનાનગરના ડીએસપીએ જણાવ્યું હતું કે, કોઈ ફરિયાદ વિના અમે કેવી રીતે કાર્યવાહી કરી શકીએ. આ ઘટનામાં યોગ્ય પગલા લેવામાં આવશે તેમ છેલ્લે તેઓએ જણાવ્યું હતું.
|