ચેન્નઈ. તામિલનાડુમાં સત્તારૂઢ પાર્ટી ડીએમકેની પ્રમુખ સહયોગી કોંગ્રેસે આજે પ્રદેશમાં લિટ્ટેના સમર્થક સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આતંકવાદ પર પ્રતિબંધ લાદવા માટે નક્કર પગલાં લેવાય તેવી વાત પણ કરી છે.
વરિષ્ઠ કોંગ્રેસી નેતા સુદર્શનમે રાજ્ય વિધાનસભામાં ક્હ્યુ હતુ કે, કોઈ પણ પ્રકારના આતંકવાદને કદાપી સાખી નહીં લેવો જોઈએ. રાજ્યમાં માઓવાદીઓનો મુકાબલો સખ્તીથી થવો જોઈએ. તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં લિટ્ટેનુ સમર્થન કરતી સંસ્થાઓ ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ. ઉપરાંત તામિલનાડુ સરકારે લિટ્ટે પર પ્રતિબંધ વધારવા માટે કેન્દ્ર સરકારને રજુઆત કરવી જોઈએ.
|