નવી દિલ્હી. છત્તિસગઢ વિધાનસભા ચુંટણીની તૈયારીની શરૂઆતના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી રાજ્યના સૌથી વધુ નક્સલી પ્રભાવિત વિસ્તાર દાંતિવાડાથી ચુંટણી અભિયાનના શ્રીગણેશ કરશે.
દાંતિવાડામાં પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સભા યોજવામાં આવશે. પાર્ટીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યુ હતુ કે, એક મહિના દરમિયાન રાજ્યમાં તમામ 90 વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 1000 સભાઓનુ આયોજન કરવામાં આવશે. દાંતેવાડામાં 23મી મેના રોજ યોજાનારી પહેલી સભાને અડવાણી સંબોધીત કરશે.
|