મુંબઈ. મુંબઈમાં પ્રસિદ્ધ કંપની બોમ્બે ડાઈંગના શોરૂમમાં બહાર લગાડવામાં આવેલા બોર્ડ ઉપરથી શહેરનુ જુનુ નામ બોમ્બે હટાવી લેવાની જીદ કરતાં શિવસેના કાર્યકરોએ બોર્ડ તથા શોરૂમમાં તોડફોડ મચાવી હતી.
બીજી તરફ અંગ્રેજી અખબાર 'ટાઈમ્સ ઓફ ઈન્ડીયા'ના 'બોમ્બે ટાઈમ્સ' નામની આવૃત્તિથી પણ વાંધો વ્યક્ત કરીને સેના કાર્યકર્તાઓએ અખબારી કચેરી સામે બોમ્બે ટાઈમ્સ આવૃત્તિ સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે 17 જેટલા શિવસેના કાર્યકરોને ઝડપી પાડ્યા હતા.
|