જયપુર(ભાષા) ગુલાબી નગરીમાં આજે સાંજે થયેલા શ્રૃંખલાબદ્ધ વિસ્ફોટોમાં ઈજા પામેલા સેંકડો લોકોને મદદ કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. શહેરના મુખ્ય દવાખાના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મોટા ભાગના તમામ ઈજાગ્રસ્તોને દાખલ કરવામાં આવ્યા હતા.
સેંકડોની સંખ્યામાં લવાયેલા ઈજાગ્રસ્તોને મદદ કરવા માટે અનેક લોકો હોસ્પિટલમાં પહોંચી જતાં ત્યાંનો માહોલ પણ અફડા-તફડી ભર્યો જોવા મળ્યો હતો. ઘટના સ્થળની આસપાસ રહેતા લોકો તથા વેપારીઓના પરિવારજનો તેઓના ક્ષેમકુશળ હોવાની આશા સેવીને તેઓને શોધવા માટે હોસ્પિટલ દોડી આવ્યા હતા. બીજી તરફ ઈજાગ્રસ્તો માટે લોહીની જરૂરીયાત ઉભી થતાં અનેક સ્વયં સેવકોએ રક્ત દાન કર્યુ હતુ.
|