નવી દિલ્હી(વાર્તા) રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે થયેલા બોંબ વિસ્ફોટોની તપાસમાં મદદ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની એક ખાસ ટુકડી રાજસ્થાન જવા રવાના થઈ ગઈ હતી. બીજી તરફ ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના ભીડભાડ વાળા વિસ્તારોમાં વિશેષ સતર્કતા રાખવાનો અનુરોધ કર્યો છે.
કેન્દ્રીય ગૃહ સચિવ મધુકર ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, વિસ્ફોટોના સંબંધમાં તેમણે રાજ્યના સચિવ સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી શિવરાજ પાટિલે આ વિસ્ફોટોની નિંદા કરી હતી. પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે ગયેલા પાટિલે વિસ્ફોટોની ખબર સાંભળતાની સાથે જ પોતાનો પ્રવાસ રદ્ કર્યો હતો અને તેમણે રાજસ્થાન સરકાર સાથે વાતચીત કરી કેન્દ્ર દ્વારા યથાસંભવ મદદ કરવાની ખાતરી આપી હતી.
|