જયપુર(ભાષા) જયપુરમાં થયેલા બોંબ વિસ્ફોટમાં સેંકડો લોકો ઘાયલ થયા હતા. તેઓને સારવાર માટે અત્રેની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઈજાગ્રસ્તો માટે લોહીની જરૂરીયાત ઉભી થઈ હતી. આ પરિસ્થીતીનો ઉકેલ મેળવવા માટે તંત્ર દ્વારા રક્તદાતાઓ માટે ઘોષણા કરવામાં આવી હતી.
આ અંગેની જાણ થતાં જ હજારો લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. સ્વૈચ્છીક રીતે રક્ત આપવા પહોંચેલા લોકોની હોસ્પિટલમાં રિતસરની કતાર ખડકાઈ ગઈ હતી. અંતે હોસ્પિટલના તંત્ર દ્વારા લોહીની જરૂરીયાત પૂરી થઈ ગઈ હોવાની ઘોષણા કરવામાં આવી હતી અને તે જાણીને સેવાભાવી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
|