મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કિશનપોલમાંથી જીવંત બોંબ મળ્યો

જયપુર. જયપુરમાં થયેલા સિરીયલ બોંબ વિસ્ફોટ બાદ પોલીસની ટુકડીએ ઠેર-ઠેર સર્ચ હાથ ધર્યુ હતુ. તમામ જાહેર સ્થળે સ્નીફર ડોગ અને બોંબ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમ સાથે શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

તે સમયે કિશનપોલ વિસ્તારમાંથી એક જીવંત બોંબ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ પોલીસે બોંબ સ્કવોર્ડની મદદ લીધી હતી. બોંબ સ્કવોર્ડના અધિકારીઓએ ભારે જહેમત બાદ આ જીવંત બોંબને નિષ્ક્રિય કર્યો હતો. જાણકારોના માનવા મુજબ આ બોંબ એટલો શક્તિશાળી હતો કે જો, તેમાં વિસ્ફોટ થાત તો તેની હાની અકલ્પનીય હોત.
ઘણું બધુ
વિહીપ દ્વારા આજે રાજસ્થાન બંધ
રક્તદાન માટે દવાખાને કતારો ખડકાઈ
કેન્દ્રીય સુરક્ષા ગાર્ડની ટુકડી જયપુર રવાના
અડવાણી સહિતના નેતાઓ જયપુર પહોંચશે
આરએસએસ અને કોંગી કાર્યકરો મદદે પહોંચ્યા
મહારાષ્ટ્ર પોલીસ તપાસમાં મદદ કરશે