મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પિંક સિટીમાં 13 મે, 13 મિનિટ, 13 બોમ્બ
જયપુરમાં 9 બોમ્બ બ્લાસ્ટોમાં 70થી વધુના મોત, 200થી વધુ ઘાયલ
PTI

જયપુર. દેશની પિંક સિટી જયપુરને લોહિયાણ બનાવતા આંતકવાદીઓએ મંગળવારની 13મી મેના રોજ સાંજે 13મિનિટમાં 13 બોમ્બ અને 9 વિસ્ફોટ કર્યા હતા, 200થી વધુ ઘાયલ થયા, અને 70થી વધુના મોત નિપજયાં હતાં, જયપુરના ચાંદપોલ, માણકચોક, છોટી ચૌપડ, સાંગાનેરી ગેટ, જૌહરી બજાર, ત્રિપોલિયામાં સાઇકલોમાં બોમ્બ બ્લાસ્ટ થયાં હતા.

પિંક સિટી જયપુર શહેરમાં મંગળવાર સાંજે 7.30 કલાકે ફકત 15 મિનિટના અરસામાં જ ભીડભાડભર્યા જૌહરી બજાર, માણકચોક, બડી ચૌપડ, હનુમાન મંદિર, ચાંદપોલ અને ત્રિપોલિયા દરવાજા જેવા ભરચક બજાર વિસ્તારમાં થયેલા નવ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં 67થી વધુ નિર્દોષ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતાં. વિસ્ફોટોને પગલે લોકોમાં દહેશતને કારણે ભાગદોડ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સવાઇ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો રાજયમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્રિપોલિયા દરવાજા વિસ્તારમાં સૌથી મોટો વિસ્ફોટ થયો હતો અને સ્થળ પર 15 લોકો મોતને ભેટયા હતા. માણકચોક પોલીસ થાણા સામે જ એક કારમાં થયેલા વિસ્ફોટમાં છ લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટો બાદ જયપુરમાં મોબાઇલ નેટવર્ક જામ થઈ ગયું હતું.

એક અહેવાલ મુજબ આ ઘટનાને પગલે દિલ્હી મુંબઇમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. તો બનારસમાં પણ સુરક્ષા વધારવામાં આવી હતી. આઇબીએ આ ઘટના પાછળ લશ્કરનો હાથ હોવાની આશંકા વ્યકત કરી હતી. શહેરના ચાંદપોલ વિસ્તારમાંથી પોલીસે બે બોમ્બ જપ્ત કર્યા હોવાનું પણ કહેવાતું હતું. પોલીસને બોમ્બવિસ્ફોટમાં આરડીએકસનો ઉપયોગ થયાની આશંકા છે. કાવતરાખોરોએ ભીડભાડભર્યા વિસ્તારમાં થેલીમાં બોમ્બ મૂકીને શ્રેણીબદ્ધ વિસ્ફોટ કર્યા હતા.

ગૃહ રાજયમંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે આ ઘટના એક મોટું કાવતરું હોવાની પ્રતિક્રિયા વ્યકત કરી હતી. તો રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ અને વડાપ્રધાન મનમોહનસિંહે પણ ઘટનાને વખોડી કાઢી હતી તેમજ લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે.

આજે દેશવ્યાપી એલર્ટ જાહેર -
જયપુરમાં મંગળવારની સાંજે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોનાં પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરમાં એલર્ટ જારી કર્યું છે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મંત્રાલય જયપુરની પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે, જયારે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિત તમામ રાજયમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે.
PTI

બોમ્બ બ્લાસ્ટમાં સાઇકલોનો ઉપયોગ -
જયપુરમાં થયેલા વિસ્ફોટોમાં એક જ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરાયો છે અને સાઇકલમાં વિસ્ફોટક સામગ્રી મુકાઇ હોવાની આશંકા પ્રબળ બની રહી છે. કેમ કે, તમામ વિસ્ફોટ સ્થળોએથી રેંજર સાઇકલના સ્ટિયરિંગ મળી આવ્યાં છે. આ ઉપરાંત વિજય નામના એક શકમંદની ધરપકડ કરવામાં આવી છે, જે મુંબઇનો રહીશ છે. ઉપરાંત વિસ્ફોટમાં એક મહિલા પણ સામેલ હોવાની શંકા છે.

67વધુ વ્યકિતનો ભોગ લેનારા આ વિસ્ફોટો પાછળ લશ્કર-એ-તોઇબા અને હૂજી ત્રાસવાદી જૂથનો હાથ હોવાની શંકા છે.

જયપુરમાં આઈપીએલ મેચો પર ??? -
જયપુર ખાતે મંગળવારે સાંજે થયેલા 9 શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટોના પગલે આઇપીએલની હાલ ચાલી રહેલી જુદી જુદી ટ્વેંટી-20 ટૂર્નામેંટ મેચો પૈકીની જયપુર ખાતે રમાનારી હવે પછીની મેચોનું ભાવિ અનિશ્ચિત બની ગયું છે.

અલબત્ત રાજય સરકારે મેચ દરમિયાન જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા કરીને મેચ રમાડવાની જાહેરાત કરી હતી, પરંતુ શહેરની હાલની સ્થિતિને જોતાં આઇપીએલના સત્તાવાળાઓ ગુલાબી નગરીમાં મેચ રમાડીને કોઇ જોખમ લેશે નહીં એમ જણાય છે. 17મી મેના રોજ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે મેચ રમાવાની છે.

અંત્રે ઉલ્લેખનિય છે કે, મંગળવારે સાંજે ગુલાબી નગરી જયપુરમાં થયેલા 9 શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટ માટે ત્રાસવાદીઓએઅજમેર, વારાણસી, હૈદરાબાદ જેવી મોડેસ ઓપરેંડી અપનાવી હતી.

વિસ્ફોટ માટે ત્રાસવાદીઓએ વિસ્ફોટક સામગ્રી થેલીમાં સંતાડી દીધી હતી અને કોઇની નજરે પડે નહીં એવી જગ્યાએ મૂકી દીધી હતી. આ અગાઉ અજમેર બનારસ અને હૈદરાબાદમાં પણ સમાન કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી હતી. જો કે સદનસીબે જયપુરની ચાંદ પોલ પાસેથી બે જીવતા બોંબ મળી આવ્યા હતા અને વધુ જાનહાની ટાળી શકાઇ હતી.
PTI

હોસ્પિટલમાં લોહીની અછત -
જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં મંગળવાર રાત પછી ભારે દેકારો અને રાડારાડના દ્રષ્યો સર્જાયાં હતાં. લોકો પોતાના ઇજાગ્રસ્ત સગાંસંબંધીઓને શોધવા હોસ્પિટલોમાં આકળવિકળ દોડી રહ્યા હતા. રાતે હોસ્પિટલોમાં અવ્યવસ્થા સર્જાઇ ગઇ હતી. ત્યારે હાલમાં આ હોસ્પિટલમાં લોહીની અછત વર્તાઇ રહી છે.

હોસ્પિટલોમાં દવા, પાણી અને ઇન્જેકશનની મર્યાદિત વ્યવસ્થા હતી, એ સંજોગોમાં કેટલાક ઇજાગ્રસ્તોએ સારવાર પહેલાં જ જીવ ગુમાવી દીધો હતો. કુટુંબીજનોને દવા ખરીદવા હોસ્પિટલ છોડવી પડી હતી અને આવી વિકટ સ્થિતિમાં પણ દુકાનદાર વધુ ભાવ લઇ રહ્યા હતા. ઇજાગ્રસ્તોની સંખ્યા વધતી રહેતાં ઇએનટી સહિતના વોર્ડને ખાલી કરી દેવાયા હતા.
PTI

10 શકમંદોની ધરપકડ - તાજેતરના સમાચાર મુજબ 10 શકમંદોની પોલીસે ધરપકડ કરી છે અને તેઓ પાસેથી વધુ માહિતી મળે તેવી સંભાવના છે.

રાજ્યના સ્વાસ્થય મંત્રી નરપતસિંહ રાજવીએ જણાવ્યુ હતુ કે, સવાઈ માનસિંહ હોસ્પિટલમાં 55 મૃતકોની લાશો મુકવામાં આવી છે અને અન્ય મૃતકોના પીએમ માટે સંતોકબા દુર્લભજી હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજે તથા અન્ય દિગ્ગજનેતાઓએ આ ઘટનાને વખોડી નાંખી હતી.

સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને દોષીતો સામે સખ્ય કાર્યવાહી કરવામાં આવશે.

હેલ્પલાઇન નંબર : 0141-2574454(કંટ્રોલ રૂમ), 0141-2619728(સાંગાનેરી હોસ્પિટલ), 0141-2560291,92,93(સવાઇ માનસિંહ હોસ્પિટલ, જયપુર)
ઘણું બધુ
જયપુરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 67નાં મોત
રાજસ્થાનમાં આજે રાજકીય અવકાશ
વિશ્વના શક્તિશાળી દેશો તરફથી ભારતને સહાનૂભૂતી
સિરીયલ બોંબ બ્લાસ્ટનો સીલસીલો જારી
મંદિરને ટાર્ગેટ કરવાની સૂચક મોડ્સ ઓપરેન્ડી
કિશનપોલમાંથી જીવંત બોંબ મળ્યો