મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગુલાબી નગરીનો ઈતિહાસ...
રાજા જયસિંહને પણ જયપુરના સુરક્ષાની ચિંતા હતી.
ભાષા

ગુલાબી નગરી જયપુરના સંસ્થાપક રાજપૂર રાજા સવાઈ-જયસિંહ દ્વિતીયે આ શહેરને વસાવતા પહેલા તેની સુરક્ષાની ઘણી ચિંતા હતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જ આ સાત મજબૂત દરવાજાઓની સાથે કિલાબંદી કરવામાં આવી હતી.

જયસિંહએ જો કે મરાઠાઓના હુમલાની ચિંતાથી પોતાને રાજધાનીની સુરક્ષાને માટે ચારે તરફ દિવાલો બનાવી હતી, પણ કદાચ તેમણે આજના સમયની સુરક્ષા સમસ્યા વિશે કોઈ આઈડિયા નહોતો. બધા પ્રયત્નો છતાં દેશના વિવિધ ભાગમાં આતંકવાદી વિસ્ફોટ થતા રહ્યા છે અને આજે કદાચ પહેલી વાર જયપુર પણ રાષ્ટ્ર વિરોધી તત્વોનુ નિશાન બની ગયુ.

ગયા વર્ષે 11 ઓક્ટોબરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ નજીક વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા, જ્યારે અન્ય 17 લોકો ઘાયલ થયા હતા.

ઈતિહાસના પુસ્તકોમાં જયપુરના ઈતિહાસ મુજબ આ દેશનો પહેલુ એવુ શહેર છે જે એક સંપૂર્ણ યોજના પૂર્વક બનાવવામાં આવ્યુ હતુ. આ શહેરની સ્થાપનાનો વિચાર તાત્કાલિક રાજા જયસિંહે પોતાની રાજધાની આમેરની વધતી વસ્તી અને પાણીની મુસીબતને ધ્યાનમાં લઈને કર્યો હતો.

જયપુર શહેરના નિર્માણનુ કામ 1727માં શરૂ થયુ અને મુખ્ય સ્થાન બનવામાં લગભગ ચાર વર્ષ લાગ્યા. આ શહેર નવ ખંડોમાં વિભાજીત કરવામાં આવ્યુ હતુ, જેમાંથી બે ખંડોમાં રાજકીય ઈમારતો અને રાજમહેલને વસાવવામાં આવ્યુ. રાજાએ શિલ્પશાસ્ત્રના આધારે આ નગર વસાવવાની સલાહ એક બંગાલી બ્રાહ્મણે આપી હતી.

આ શહેર પહેલા ગુલાબી નગરી નહોતુ પણ અન્ય નગરોની જેમ જ હતુ, પણ 1853માં જ્યારે વેલ્સના રાજકુમાર આવ્યા તો આખા શહેરને ગુલાબી રંગથી રંગી નાખવામાં આવ્યુ, જેથી શહેરને જાદુઈ આકર્ષણ આપી શકાય. ત્યારબાદથી આ શહેર ગુલાબી નગરીના નામથી પ્રસિધ્ધ થઈ ગયુ, જ્યા બનેલી ઈમારતોનુ વાસ્તુશિલ્પ જોતા જ રહી જવાય છે.

બસો વર્ગ કિલોમીટરથી વધુ ક્ષેત્રફળમાં ફેલાયેલા જયપુરમાં જલમહેલ, જંતર-મંતર, આમેર મહલ, નાહરગઢનો કિલ્લો, હવામહેલ અને આમેરનો કિલ્લો રાજપૂતોના વાસ્તુશિલ્પના બેજોડ નમૂના છે.

જયપુરમાં 13મે, 13 મિનિટ, 13 બોમ્બ અને 9 વિસ્ફોટ
ઘણું બધુ
પિંક સિટીમાં 13 મે, 13 મિનિટ, 13 બોમ્બ
જયપુરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 67નાં મોત
રાજસ્થાનમાં આજે રાજકીય અવકાશ
વિશ્વના શક્તિશાળી દેશો તરફથી ભારતને સહાનૂભૂતી
સિરીયલ બોંબ બ્લાસ્ટનો સીલસીલો જારી
મંદિરને ટાર્ગેટ કરવાની સૂચક મોડ્સ ઓપરેન્ડી