જયપુર(ભાષા) મંગળવારની સાંજે થયેલા શ્રેણીબદ્ધ બોંબ ધડાકામાં માર્યા ગયેલા 40 જેટલા લોકોની અંતિમવિધી આજે સંપન્ન કરવામાં આવી હતી. શહેરના હજારો લોકોએ અશ્રુભિની આંખે મૃતકોને અંતિમ વિદાય આપી હતી.
મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે આજે બપોરે અનેક મૃતદેહો અંતિમવિધી માટે સ્મશાને લઈ જવાયા હતા. શહેરભરમાંથી નીકળતી સ્મશાનયાત્રાઓએ ગુલાબી નગરીને પણ રડાવી દીધી હતી. ચારે તરફ માતમનો માહોલ જણાતો હતો. સ્મશાનોમાં એક સાથે અનેક ચિતાઓ ખડકાઈ ગઈ હતી.
શહેરના અનેક લોકો માનવતાના ખાતર આ અંતિમવિધીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. રાજકીય નેતાઓ તથા સામાજીક કાર્યકરોનો સમૂહ પણ ઉપસ્થિત હતો. બ્લાસ્ટમાં મરનારા મુસ્લિમ બિરાદરોની અંતિમવિધીમાં શામેલ થવા માટે પણ અનેક લોકો કબ્રસ્તાનમાં પહોંચ્યા હતા. અંતે ધાર્મિક વિધી સંપન્ન થયા બાદ હિન્દુ મૃતકોની અંતિમક્રિયા અને મુસ્લિમોની દફનવિધી સંપન્ન થઈ હતી.
|