મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંકવાદ સામે પોટાનો કાયદો લાગુ કરો  Search similar articles

નવી દિલ્હી. જયપુરમાં બનેલી ઘટના બાદ આતંકવાદ વિરોધી મોરચાએ આજે પ્રદર્શન યોજ્યુ હતુ અને કેન્દ્ર સરકાર પર આતંકવાદ વિરુદ્ધ નરમાશ ભર્યુ વલણ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો અને દેશમાં પોટા જેવો કાયદો લાગુ કરવાની માગ કરી હતી.

એઆઈએટીએફ દિલ્હીના અધ્યક્ષ સુનિલ રજોરીયાએ જણાવ્યુ હતુ કે, સરકાર આતંકવાદના મામલામાં નરમાશનુ વલણ અપનાવી રહી છે. બીજી તરફ આતંકવાદ દેશના ખૂણેખૂણે પ્રસરી રહ્યો છે. આતંકવાદને હટાવવા માટે સરકાર પોટાથી પણ વધુ કડક કાયદો બનાવે જેનાથી દોષીતોને મૃત્યુદંડની સજા અપાવી શકાય. દેશમાં આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનની ગુપ્તચર શાખા પર આરોપ લગાવતાં પ્રદર્શનકારીઓએ કહ્યુ હતુ કે, જયપુર વિસ્ફોટ રાજસ્થાનની શાંતીમાં પલિતો ચાંપવા માટે કરવામાં આવ્યો હતો.
ઘણું બધુ
જયપુરમાં બ્લાસ્ટ અમે કર્યા-અજાણ્યું જૂથ
બીગ બી જુની યાદોમાં ખોવાઈ ગયાં
વિસ્ફોટના મૃતકોને ભારેહૈયે અંતિમ વિદાય
જયપુર બ્લાસ્ટના શંકાસ્પદનુ રેખાચિત્ર
વિસ્ફોટોની તપાસ માટે વિશેષ ટીમની રચના
ભાજપાએ પોટા કાયદો લાદવાની માગ કરી