ગાઝીયાબાદ(ભાષા) જયપુર બોંબ બ્લાસ્ટની જવાબદાર લેતાં અજ્ઞાત સંગઠનનો ઈ-મેલ જે સાઈબર કાફેમાંથી કરવામાં આવ્યો હતો. તે કાફેના કર્મચારીઓ તથા માલિકની ઉત્તરપ્રદેશ પોલીસે અટકાયત કરી ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરી છે.
જિલ્લાના પોલીસ અધિક્ષક દિપક રતને આજે પત્રકારોને જણાવ્યુ હતુ કે, પોલીસની વિશેષ ટુકડીએ સાહિદાબાદ સ્થિત સાઈબર કાફેના માલિક શ્યામવીર તથા તેના કર્મચારીઓની પુછપરછ હાથ ધરી હતી. ઈમેલ કથિત આતંકવાદી સંગઠન ઈન્ડીયન મુઝાહિદીને કર્યો હતો.
મેલમાં મંગળવારે ગુલાબીનગરીમાં થયેલા બોંબ વિસ્ફોટની જવાબદારી સ્વીકારમાં આવી હતી. પોલીસે શમીમ નામના એક વ્યક્તિને પકડવા માટે બાગપત જિલ્લા સ્થિત તેના મકાન ઉપર છાપો માર્યો હતો. શમીમ હરકત ઉલ જેહાદે ઈસ્લામી, હુજીનો પશ્ચિમી ઉત્તરપ્રદેશનો પ્રમુખ છે. વારાણસીમાં 2006માં થયેલા બોંબ વિસ્ફોટોમાં પણ તેની સંડોવણીની આશંકા છે.
|