નવી દિલ્હી(ભાષ) ભારતીય જનતા પાર્ટીએ આતંકવાદ સામે લડત ઉપાડવા માટે વિભિન્ન વિષયો ઉપર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવા કેન્દ્ર સરકાર પાસે માગણી કરી હતી. સાથોસાથ આવતા મહિને દેશભરમાં આતંકવાદ ઉપર સંમેલનો યોજવાની ઘોષણા પણ કરી હતી.
પાર્ટીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે પ્રધાનમંત્રી મનમોહનસિંહ પાસે માગણી કરતાં જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીઓની આ બેઠકમાં જેહાદી હુમલા પર કાબુ મેળવવા માટે પોટા જેવો કાનૂન બનાવવાની છુટ આપવી જોઈએ. જેહાદી હુમલા રોકવામાં બાંગ્લાદેશ પાસે સહયોગ સુનિશ્ચિત કરવા માટે તેમણે સરકાર પાસે કડક રાજનૈતિક પગલા લેવાની માગણી પણ કરી હતી.
|