મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જયપુરમાં ધારા 144 લાગુ  Search similar articles

જયપુર(ભાષા) જયપુરમાં મંગળવારની સાંજે થયેલા સીલસીલાવાર બોંબ વિસ્ફોટો બાદ સર્તકતાના ભાગરૂપે શહેરમાં બીજા દિવસે પણ કરફ્યુ લાદવામાં આવ્યો હતો. પરંતુ મોડીસાંજે પોલીસે ફરી એકવાર 15 પોલીસ મથકની હદમાં લાદવામાં આવેલો કરફ્યુ હટાવી લીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે સવારે નવ વાગ્યાથઈ સાંજે ચાર વાગ્યા સુધી લાદવામાં આવેલા કરફ્યુની અવધિ સમાપ્ત થતાં ફરી એકવાર જનજીવન સામાન્ય બન્યુ હતુ. શહેરના પંદર પોલીસ મથકની હદના તમામ વિસ્તારોમાં ધારા 144 લાગુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા પ્રશાસને સર્તકતાના ભાગરૂપે વિસ્ફોટના બીજા દિવસે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કરફ્યુ લાદ્યો હતો અને ત્યારપછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનુ આંકલન કરીને બીજા દિવસે કરફ્યુ અવધી ઘટાડીને સવારે નવથી બપોરના ચાર વાગ્યા સુધીની કરી હતી.
ઘણું બધુ
આતંકવાદ સામે લડવા મુખ્યમંત્રીઓની બેઠક બોલાવો
સાઈબર કાફેના માલિક અને કર્મચારીઓની પુછતાછ
આતંકવાદ સામે પોટાનો કાયદો લાગુ કરો
જયપુરમાં બ્લાસ્ટ અમે કર્યા-અજાણ્યું જૂથ
બીગ બી જુની યાદોમાં ખોવાઈ ગયાં
વિસ્ફોટના મૃતકોને ભારેહૈયે અંતિમ વિદાય