હૈદરાબાદ(ભાષા) વધતાં આતંકવાદી હુમલા સામે ચિંતા વ્યક્ત કરતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આજે કેન્દ્ર સરકાર પાસે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈને આંતરરાષ્ટ્રીય ઓબર્ઝવેશન સૂચીમાં દાખલ કરવા માટે તાત્કાલીક ધોરણે રાજનૈતિક પગલાં લેવાની માગ કરી હતી.
ભાજપાના અધ્યક્ષ રાજનાથ સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આઈએસઆઈના સમર્થનથી આતંકવાદીઓ દેશમાં તમામ ગતિવીધીઓ ચલાવી રહ્યા છે. દેશમાં પાંચ હજારથી વધુ આતંકવાદી સ્લીપર મોડ્યુલ છે જેનાથી સાફ જણાય છે કે, ભારત પર આતંકવાદી હુમલાની દહેશત છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, આઈએસઆઈની મદદથી દેશમાં આતંકવાદ ફુલ્યોફાલ્યો છે. દેશની યુપીએ સરકાર વોટ બેંકની રાજનિતીના ચક્કરમાં આતંકવાદને નિયંત્રણમાં લાવવા માટે કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી છે.
|