જયપુર(એજન્સી) મંગળવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટના પગલે શહેરવાસીઓમાં દહેશતનુ વાતાવરણ ફેલાયુ હતુ. આ ઘટનામાં અનેક લોકોના મોત બાદ શહેરભરમાં માતમનો માહોલ સર્જાયો હતો.
ગઈકાલે શહેર પોલીસે તકેદારીના ભાગરૂપે સવારે નવથી સાંજ સુધીનો કરફ્યુ લાદી દીધો હતો. કરફ્યુની વચ્ચે બોંબ બ્લાસ્ટમાં માર્યા ગયેલા સંખ્યાબંધ લોકોની સ્મશાનયાત્રા નીકળી હતી અને શહેરભરમાં માતમનો માહોલ ફેલાયો હતો.
આજે ત્રીજા દિવસે પણ પોલીસે શહેરમાં કરફ્યુ લાદ્યો હતો પરંતુ તેની સમયમર્યાદામાં ઘટાડો કર્યો હતો. પાછલા બે દિવસથી અનેક રાજનેતાઓએ જયપુરની મુલાકાત લીધી હતી અને શહેરમાં શાંતિ પ્રવર્તે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
આજે બપોર બાદ પોલીસ દ્વારા કરફ્યુ મુક્તિ આપવામાં આવી હતી. જેને જોતાં શહેરના અનેક લોકો ખરીદી કરવા નીકળ્યા હતા. પ્રાથમિક જરૂરીયાતની ચીજો તથા શાકભાજી બજારમાં મહિલાઓની ભીડજામી હતી. આ સાથે શહેરનુ જનજીવન સામાન્ય બનવા તરફ વળ્યુ હતુ.
|