નવી દિલ્હી(ભાષા) દક્ષિણ દિલ્હીના લોધી કોલોની વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિરના સંચાલકોને આજે સાંજે આવેલા એક ધમકીભર્યા ફોન બાદ દિલ્હી પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ફોન પર મળેલી ધમકીમાં મંદિરમાં બોંબ મુકાયાની વાત કરવામાં આવી હતી. જેને જોતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડોગ સ્કવોર્ડ તથા બોંબ સ્કવોર્ડની ટુકડી સાથે મંદિરે પહોંચ્યા હતા.
સાંજના સમયે મંદિર પરિસરમાં એકત્રીત થયેલા શ્રદ્ધાળુઓને તકેદારીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્યા હતા અને મંદિરની તલાશી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસની વિશેષ ટુકડીએ મંદિરના સંચાલકોને મળેલા ફોનની હકીકત જાણવા કામે લાગી હતી. પોલીસે ઈનકમીંગ કોલને ટ્રેસ કરવાની શરૂઆત કરી હતી અને આ કોલ ક્યાંથી કરાયો હતો તે જાણવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા.
|