જેસલમેર(ભાષા) જયપુર બોંબ વિસ્ફોટની તપાસ કરી રહેલી રાજસ્થાન પોલીસે શંકાસ્પદ આતંકવાદીના જારી કરેલા સ્કેચ જેવા ચહેરા વાળા વ્યક્તિને જેસલમેર પોલીસે પકડી પાડ્યો હતો. ઘનિષ્ઠ પુછતાછ અને તપાસ બાદ આ શખ્સ એક સામાન્ય ખેડુત હોવાનુ બહાર આવ્યુ હતુ.
પોલીસ મહાનિરીક્ષક જોધપુર રેન્જના રાજીવ દાસૌતે જણાવ્યુ હતુ કે, જયપુર પોલીસે જારી કરેલા સ્કેચ સાથે મળતાં આવતાં એક વ્યક્તિને બેચૂ પોલીસ મથકની હદમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તેની પ્રાથમિક પુછતાછ અને તપાસ બાદ માલુમ પડ્યુ હતુ કે તે સામાન્ય ખેડુત છે જેથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
|