બીકાનેર(ભાષા) જયપુર બોંબ વિસ્ફોટોમાં હુજીનો હાથ હોવાની આશંકાના પગલે બીકાનેરમાં ગુપ્તચર વિભાગે સર્તકતા વધારી દીધી છે. હુજીનો સંબંધ પ્રતિબંધીત સંગઠન સિમી સાથે છે અને સિમીના તાર બીકાનેર સાથે જોડાયેલા છે.
જેને ધ્યાનમાં લેતાં ગુપ્તચર વિભાગ, પોલીસ અને સેના ગુપ્તચર દળે આ વિસ્તારમાં પોતાના બાતમીદારોને સતર્ક કરી દીધા છે. સીમાવર્તી ક્ષેત્ર હોવાના કારણે બીકાનેરને હાઈ એલર્ટ ઝોન માનવામાં આવે છે અને તેના કારણે ગુપ્તચર શાખાની ગતિવીધીઓ ત્યાં તેજ થઈ ગઈ છે.
અહીં રહેતા બાંગ્લાદેશીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સિમીની ગતિવીધીઓ બીકાનેરથી સંચાલીત થતી રહે છે. અગાઉ એક સિમી કાર્યકર્તાને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી અનેક આપત્તિજનક દસ્તાવેજો મળ્યા હતા.
ભારત-પાકિસ્તાનની જમીની સરહદ ઉપર સ્થિત બીકાનેરમાં અનેક શંકાસ્પદ લોકોની અવર-જવર રહે છે. આ વિસ્તારમાંથી અસગર સહિત અનેક જાસૂસો પણ પકડાયા છે. પંજાબમાં થયેલા બોંબ વિસ્ફોટ માટે આરડીએક્સ પણ સીમા ક્ષેત્રમાંથી મોકલવામાં આવ્યો હતો.
|