મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અજમેરમાંથી આઠ બાંગ્લાદેશી ઝડપાયા  Search similar articles

અજમેર(ભાષા) રાજસ્થાન પોલીસે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની પ્રસિદ્ધ દરગાહ પાસેથી આજે આઠ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા. અજમેર પોલીસ અધિક્ષક આનંદ શ્રીવાસ્તવે જણાવ્યુ હતુ કે, આ બાંગ્લાદેશી નાગરિકો જે સમયે દરગાહ પાસે શંકાસ્પદ હાલતમાં ફરતાં હતા.

તે સમયે પોલીસની નજર તેઓની ઉપર પડી હતી અને તેઓની પુછતાછ કરવામાં આવી હતી. તેઓએ પોલીસની પુછતાછનો સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. જેથી તેઓ ઉપર શંકા વધી હતી. તમામને પકડીને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન માલુમ પડ્યુ હતુ કે, તેઓ બાંગ્લાદેશના નાગરિકો છે. પોલીસે તેઓની ઘનિષ્ઠ પુછતાછ શરૂ કરી છે.
ઘણું બધુ
બીકાનેરમાં ગુપ્તચર શાખાની ચાંપતી નજર
જયપુર વિસ્ફોટનો સ્કેચ અનેક માટે આફત
પોલીસનુ કારસ્તાન, આંતકવાદીને બદલે ખેડુતને પકડ્યો
બોંબ પ્લાન્ટ કરનાર ત્રણના સ્કેચ જારી
સાંઈબાબા ટ્રસ્ટને ધમકીભર્યો ફોન આવ્યો હતો
જયપુરમાં જનજીવન સામાન્ય બન્યુ