નવી દિલ્હી(ભાષા) જયપુર વિસ્ફોટોની જવાબદારી સ્વીકારતાં ઈન્ડીયન મુઝાહિદીન સંગઠને કરેલા ઈમેલમાં અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશિત કરી છે. આ ઈમેલમાં ત્રણ વિડીયો એટેચમેન્ટ આપવામાં આવ્યા છે. તમામ વિડીયોને મોબાઈલ ફોન દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. ત્રણ સેકન્ડના પહેલા વિડીયોમાં નવી નક્કોર સાઈકલ બતાવવામાં આવી હતી. અન્ય બે વિડીયોમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે, ઓટો સ્ટેન્ડમાં બંને સાઈકલો ઉભી છે અને તેના પાછળના કેરિયરમાં એક થેલો મુકવામાં આવ્યો છે. જેમાં કથિતરૂપે બોંબ મુકવામાં આવ્યા છે.
પર્યટન સ્થળોને ટાર્ગેટ બનાવાશે ઈમેલમાં ચિમકી આપવામાં આવી હતી કે, દેશના પર્યટન ઢાંચાને નિશાન બનાવવા અંતર્ગત જયપુરમાં વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. ઈમેલમાં અમેરિકા તથા બ્રિટનને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ પોતાના દેશના નાગરિકોને ભારત ન મોકલે અને જો તેઓ ભારતમાં આવશે તો સંગઠનના આત્મઘાતી હુમલાખોરો તેઓનુ સ્વાગત કરશે. સુરક્ષા એજન્સીઓનુ કહેવુ છે કે, આ ઈમેલને ગંભીરતાથી લેવો જરૂરી છે. કારણ કે, જયપુરમાં થયેલા વિસ્ફોટમાં અનેક લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા અને 100થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
આતંકવાદી સંગઠનના ત્રણ-ત્રણ વિભાગો છે ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈન્ડીયન મુઝાહિદીને પોતાની ત્રણ-ત્રણ શાખા બનાવી છે. જેમાં શહાબુદ્દીન ગોરી બ્રીગેડ દક્ષિણ ભારત માટે, મહમૂદ ગઝની બ્રિગેડ ઉત્તર ભારત માટે અને શહિદ અલ ઝરકાવી બ્રિગેડ આત્મઘાતી હુમલાખોર ટુકડી છે. આ સંગઠન દેશના વિભિન્ન ભાગો તથા શહેરોને નિશાન બનાવશે.
|