મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈમેલ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હતો  Search similar articles

જયપુર(ભાષા) અજ્ઞાત સંગઠન ઈન્ડીયન મુઝાહિદીન દ્વારા મોકલવામાં આવેલો ઈમેલ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે છે, તેવુ રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, વિસ્ફટકોને એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે, તેનાથી મોટી સંખ્યામાં લોકોના મોત થાય.

શ્રૃંખલાબદ્ધ વિસ્ફોટો બાદ વિસ્તારમાંથી મળેલા જીવતાં બોંબને ડિફ્યુઝ કર્યા પછી તેની તપાસ કરવામાં આવી હતી. જેને જોતાં માલુમ પડ્યુ હતુ કે, બોંબના થેલાને અલગ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો હતો. જેમાં બે ડિટોનેટર અને બે બેટરી મુકવામાં આવે તેવી વ્યવસ્થા હતી અને આ ગોઠવણ બાદ વિસ્ફોટ કરવામાં આવે તો અનેક લોકોના જીવ જાય તેવી સંભાવના હતી.

વિસ્ફોટ વાળી સાઈકલનો વિડીયો સાચો હોઈ શકે છે અને આ માલેગાંવ તથા ઉત્તરપ્રદેશમાં થયેલા વિસ્ફોટ સમાન છે. તેમણે કહ્યુ હતુ કે, ઈમેલ વાળા દ્રશ્યોમાં થેલાને સાઈકલના પાછળના ભાગે મુકવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળ પરથી જપ્ત કરેલી સાઈકલમાં તેનાથી વિપરીત જગ્યાએ બોંબ મુકાયા હોવાનુ જણાય છે.
ઘણું બધુ
ઈન્ડીયન મુઝાહિદીનના ઈમેલમાં શુ છે ??
મહારાષ્ટ્ર ATS જયપુર પહોંચ્યું
અજમેરમાંથી આઠ બાંગ્લાદેશી ઝડપાયા
બીકાનેરમાં ગુપ્તચર શાખાની ચાંપતી નજર
જયપુર વિસ્ફોટનો સ્કેચ અનેક માટે આફત
પોલીસનુ કારસ્તાન, આંતકવાદીને બદલે ખેડુતને પકડ્યો