બેલગામ(વાર્તા) કર્ણાટકના બેલગામમાંથી પોલીસે એક શંકાસ્પદ આતંકવાદીને આબાદ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સિડી, પુસ્તકો સહિતના વાંધાજનક દસ્તાવેજો તથા એક લેપટોપ મળી આવ્યુ હતુ. પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, શંકાસ્પદ આતંકવાદી લિયાકત અલી માર્ચ મહિનામાં લંડનથી અહીં આવ્યો હતો. લિયાકત બેલગામના શ્રૂનગરમાં રહેતો હતો. તેની પત્ની અને પુત્ર બ્રિટીશ નાગરિક છે. તાજેતરમાં થયેલા જયપુર વિસ્ફોટોમાં તેની સંડોવણી છે કે કેમ તે તરફ પોલીસે તપાસની દિશા શરૂ કરી છે.
|