મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રવિવારે આતંકવાદી ઉદેપુરમાં હતા ??  Search similar articles

જયપુર(ભાષા) ઉદેપુરના એક હોટલ સંચાલકે દાવો કર્યો હતો કે, જયપુર બોંબ વિસ્ફોટોના શંકાસ્પદોના જારી કરાયેલા સ્કેચને મળતાં ચહેરાવાળા એક શખ્સને તેણે રવિવારે સાંજે જોયો હતો. તેની આ વાત સાંભળીને ચોંકી ઉઠેલી પોલીસે તેની પુછતાછ શરૂ કરી હતી.

ઉદેપુરના સમોરબાગ રેસ્ટોરન્ટના સંચાલક કમલ જોષીએ પોલીસને જણાવ્યુ હતુ કે, જયપુર વિસ્ફોટોના શંકાસ્પદોના જારી કરાયેલા રેખાચિત્રો જોતાં જ તેને રવિવારે બપોરે તેની રેસ્ટોરન્ટમાં આવેલા એક યુવકનો ચહેરો યાદ આવી ગયો હતો. તેની મુખાકૃતિ અને રેખાચિત્ર વચ્ચે ઘણી સામ્યતા છે.

હોટલ સંચાલકના નિવેદનથી ચોંકી ઉઠેલી સ્થાનીક પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી હતી. તેણે જણાવ્યુ હતુ કે, આ શંકાસ્પદ શખ્સ તેની હોટલમાં રવિવારે બપોરે 4.00 વાગ્યાના સુમારે એક મહિલા સાથે આવ્યો હતો. મહિલાએ સાડી પહેરી હતી. બંને જણાં હોટલમાં પ્રવેશ્યા હતા થોડા સમય બાદ તેઓ પરત નીકળી ગયા હતા. પરંતુ આ સમયે મહિલાએ સાડી બદલીને સલવાર કમીઝ પહેરી લીધા હતા.
તેણે જણાવ્યુ હતુ કે, બંને જણાંએ હોટલમાં કોઈ ઓર્ડર આપ્યો ન હતો અને કોઈ પણ ચીજ મંગાવી ન હતી. તેના આ પ્રકારના નિવેદન બાદ પોલીસે ઉદેપુરમાં ઘનિષ્ઠ ચેકિંગ શરૂ કરી દીધુ છે.
ઘણું બધુ
મુંબઈ એરપોર્ટ પર બોંબની અફવાથી દોડધામ
બેલગામમાંથી આતંકવાદી ઝડપાયો
ઈમેલ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હતો
ઈન્ડીયન મુઝાહિદીનના ઈમેલમાં શુ છે ??
મહારાષ્ટ્ર ATS જયપુર પહોંચ્યું
અજમેરમાંથી આઠ બાંગ્લાદેશી ઝડપાયા