જયપુર. રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના કેસમાં પોલીસે આજે અન્ય ત્રણ શંકાસ્પદ લોકોનાં સ્કેચ રજુ કર્યાં હતાં.
પોલીસનાં પ્રવક્તાના જણાવ્યાં અનુસાર આજે 20થી 22 વર્ષની ઉંમરના ત્રણ શંકાસ્પદ યુવકોના સ્કેચ રજુ કરાયા છે. આ ત્રણેય સ્થાનીક રહેવાસી નથી.
આ પહેલાં પોલીસ અત્યાર સુધી બોમ્બ વિસ્ફોટના કેસમાં શંકાસ્પદ સાત લોકોનાં સ્કેચ રજુ કરી ચુકી છે.
|