જેસલમેર. ભારતમાં પાછલાં એક વર્ષમાં 92 એવા કેસ સામે આવ્યાં છે જેમના વિઝા અને પાસપોર્ટ સાથે છેડછાડ કરાઈ છે.
વિદેશ મંત્રાલયની તપાસમાં જાણવા મળ્યું છે કે 92 એવા પાકિસ્તાની નાગરિક ભારત આવ્યાં છે જેમના વિઝા પાસપોર્ટમાં છેડછાડ કરાઈ છે. રાજસ્થાનથી લાગેલી આંતરરાષ્ટ્રીય સીમા ચોકી પર પાછલાં એક મહિનામાં થાર એક્સપ્રેસથી એવા 29 પાકિસ્તાની નાગરિકોને પકડવામાં આવ્યાં છે જેમના વિઝા તેમજ પાસપોર્ટની સાથે છેડછાડ કરાયેલ છે. આવા લોકોની ધરપકડ કરીને તેમની સામે કેસ દાખલ કરાયા છે.
|