નવી દિલ્હી. નોઇડાના ગૌતમ બુધ્ધ નગરમાં 13 વર્ષની આરૂષી તલ્વારના બળાત્કાર અને હત્યાના કેસેમાં એક નવો વળાંક આવ્યો છે. હત્યાનો આરોપી માનવામાં આવી રહેલ નોકર હેમરાજની લાશ પણ ઘરની છત ઉપરથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. આ હત્યા કેસમાં કોઇ ત્રીજી વ્યક્તિની સંડોવણી હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દેશમાં ક્રાઇમ પ્રખ્યાત નોઈડામાં 13 વર્ષિય અરૂશી તલ્વાર નામની વિદ્યાર્થિનીની તેના રૂમમાં બળાત્કાર કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘરનો નોકર પણ લાપતા હોવાથી ઘરના સભ્યોને તેના પર પહેલા શક થયો અને પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસ નોકરની શોધમાં લાગી ગઇ હતી, પરંતુ ગામમાં શોધતી પોલીસને ઘરમાં નોકર મળી આવ્યો. તે નોકર ન્હોતો પરંતુ તેની લાશ હતી.
આમ આ હત્યા પ્રકરણે એક નવો વળાંક લીધો છે. આ નોકર બનાવ પછી ફરાર હતો. પરંતુ આજે મકાનની છત પરથી હેમરાજની લાશ મળી આવતા સમગ્ર પ્રકરણે એક નવો જ વળાંક લઈ લીધો છે.
હેમરાજના શરીર પર ઈજા નિશાન પણ મળી આવ્યા છે આમ છતા તેણે આત્મહત્યા કરી છે કે કોઈએ તેની હત્યા કરી છે તેની તપાસ પોલીસે હાથ ઘરી છે.
|