મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આજ માટે નહીં ભવિષ્ય માટે વિચારો  Search similar articles

વેબદુનિયા. પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો કરીને કેન્દ્ર સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આજે દેશની તવારીખમાં પ્રથમ વખત કોઈ પ્રધાનમંત્રીએ ભાવ વધારા માટે દેશવાસીઓને સંદેશ આપ્યો હતો. તેમણે પોતાના ભાષણમાં કેટલાક સૂચક વાક્યો કહ્યા હતા.

તેમણે કહ્યુ હતુ કે, આપણે આજ માટે નહીં પરંતુ આવનારા ભવિષ્ય માટે વિચારવુ પડશે. તેમણે લોકોને અપીલ કરી હતી કે, અનાજ અને ઉર્જાની ઘટના પડે તે માટે જાતે જ પગલાં લો અને મજબૂત, મહેફુઝ અને સુરક્ષીત ભારત બનાવો. ઉર્જાની બચત કરો અને દેશને બચાવો..., પેટ્રોલ, ડિઝલ, એલપીજી, વિજળી અને પાણી બચાવો... દેશવાસીઓને આપેલા સંદેશ દરમિયાન મોંઘવારીથી બચવા માટે કેન્દ્ર સરકાર ભવિષ્યમાં શુ કરશે તે કહેવાના બદલે તેમણે સૂચક શબ્દોમાં નાગરિકોને જ પોતાની જવાબદારી સમજવાનો ઉપદેશ આપ્યો હતો.
ઘણું બધુ
મનમોહન સિંહનો રોષીત લોકોને મોહવાનો પ્રયાસ
યુપીએ દ્વારા આર્થીક આતંકવાદ ફેલાવાયો-ભાજપા
બસ અને ટેક્સીનુ ભાડુ વધારવા માગ
તેલ કંપનીઓની સ્થિતીના આંકલન માટે સમિતી
તેલ કંપનીઓની મદદમાં આરબીઆઈ
પેટ્રોલપંપ ઉપર વાહનોની કતારો ખડકાઈ