જમ્મૂ. જમ્મૂ કાશ્મીરના કિશ્તવાર જીલ્લાના છાતરૂમાં આજે આતંકવાદીઓ દ્વારા ઘાત લગાવીને કરવામાં આવેલ એક હુમલામાં એક લેફ્ટિનંટ કર્નલ સહિત પાંચ કર્મચારીઓનાં મોત નીપજ્યાં હતાં. એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે બીઆરઓ કર્મચારી સિમથન દરની પાસે રાષ્ટ્રીય રાજમાર્ગનો વિકપ્લ તૈયાર કરવા માટે વિસ્તારનું સર્વેક્ષણ કરવા સાંજે ગયાં હતાં તે સમયે તેમના વાહન પર અજાણ્યા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો.
તેમણે જણાવ્યું કે આતંકવાદીઓએ ત્યાર સુધી વાહનપર ગોળીબાર કર્યો જ્યાર સુધી તેની અંદર સવાર બધા જ લોકો માર્યા ન ગયાં. ત્યાર બાદ આતંકવાદી ત્યાંથી નાસી છુટ્યાં.
|