મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાણીની શોધમાં 10 અરબનું નુકશાન  Search similar articles
વાર્તા

નવી દિલ્લી. પાણીની શોધમાં મહિલાઓને કેટલાયે કિલોમીટર સુધી ચાલવું પડે છે જેની અંદર 10 અરબ રૂપિયા અને 15 કરોડ મહિલાઓનું નુકશાન થાય છે. દેશની અંદર પાની લાવવાનું કામ મહિલાઓ જ કરે છે.

પાણીના ખાનગીકરણ તેમજ જળ-પ્રબંધક તેમજ વિતરણ પર આંતરરાષ્ટ્રીય નાણાંકીય સંસ્થાઓ તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓના વધતાં જતાં નિયંત્રણના લીધે મહિલાઓની મુશ્કેલીઓ વધારે વધી ગઈ છે.

પાણી અને મહિલાઓ... વિષય પર રાષ્ટ્રીય મહિલા આયોગની એક રિપોર્ટમાં આ તથ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટ લગભગ અનદેખી અને ખોલ્યા વિનાની રહી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે મહિલાઓને ગરમી, ઠંડી અને વરસાદમાં પણ 9 થી 10 કિમી સુધી ચાલીને પાણી લાવવું પડે છે. ત્યાં જ શહેરની અંદર ઝુંપડપટ્ટીની અંદર રહેતી મહિલાઓને નળનું પાણી ભરવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.

બુલંદખેડેમાં મહિલાઓનો મોટા ભાગનો સમય પાણી શોધવા અને લાવવામાં જ જાય છે. આ વિસ્તારની અંદર મહિલાઓ માટે પાણીની કેટલી કિંમત છે તે તો આ કહેવત દ્વારા જ આપણે સમજી શકીયે છીએ કે ' પતિ ભલે મરી જાય પરંતુ પાણીનો ઘડો ન તુટવો જોઈએ. ' નીચા જતાં પાણીના સ્તર, જળ પ્રદુષણ અને જળને લીધે ઉત્પન્ન થતી બિમારીઓની વધવાની સાથે સાથે મહિલાઓની મુશ્કેલીઓ પણ દિવસે દિવસે વધી રહી છે.

ઘણાં ગામોની અંદર તો પાણી ન હોવાને લીધે મહિલાઓને દિવસમાં ત્રણ વખત પાણી લેવા જવું પદે છે જેને લીધે તેમના છ થી સાત કલાક ખરાબ થાય છે. તેમજ તેમને 10 કિમી ચાલવું પણ પડે છે. ત્યાર બાદ ઘરે પાછા ફર્યા બાદ તેમને આરામ કરવાની જગ્યાએ ઘરનું કામ કરવું પડે છે. આઠથી દસ વર્ષની નાની બાળાઓ પાણી ભરવાના કામે લાગી જાય છે જેને લીધે તેઓ પણ સ્કુલે નથી જઈ શકતી.
ઘણું બધુ
ટેંપો ચાલક પ્રિંસીપાલ બન્યો
રાજસ્થાનમાં ત્રણ મીણા વિધાયકોનું રાજીનામુ
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
લેફ્ટેનેંટ સહિત પાંચના મૃત્યું
હિન્દી કવયીત્રી કીર્તિ ચૌધરીનું નિધન
આરૂષિ હત્યાકાંડમાં કૃષ્ણાની ધરપકડ