મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અડવાણી અને સંઘ પુનઃ સાથે  Search similar articles

જીન્ના મુદ્દે સંબંધમાં આવેલી કડવાશ બાદ લોકસભા ચૂંટણી નજીક આવતા ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એકબીજાનાં સંબંધમાં પુનઃ મધુરતા લાવવાની કવાયતમાં જોડાઈ ગયા છે. ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર અડવાણી અને સંઘનાં ટોચનાં નેતા આજકાલ એક જ મંચ પદ ફરીથી જોવા મળી રહ્યાં છે.

છેલ્લા ત્રણ મહિનામાં એવું ત્રીજી વખત બની રહ્યું છે કે, સરસંઘ કાર્યવાહક મોહન ભાગવત અને અડવાણી આગામી અઠવાડિયે એક જ મંચ પર જોવા મળશે. 19 જૂને નાગપુરમાં મરાઠી દૈનિક તરુણ ભારતનાં સહયોગી સંપાદક રવીન્દ્ર દાનીનાં પુસ્તક 'દિલ્હી દરબાર' નું લોકાર્પણ અડવાણી કરશે. આ સમારંભનાં મુખ્ય અતિથિ મોહન ભાગવત હશે.

આ સમારંભમાં ભાજપ ઉપાધ્યક્ષ ગોપીનાથ મુંડે અને તેમનાં કટ્ટર વિરોધી મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ નિતિન ગડકરી પણ એક જ મંચ પર બિરાજમાન થશે. કહેવામાં આવી રહ્યું છે કે, લોકસભા ચૂંટણીઓ પહેલા એકબાજુ સંઘ અને ભાજપનાં ટોચનાં નેતૃત્વ વચ્ચે તથા બીજી બાજુ ભાજપની અંદર એકજૂથ થવા મુદ્દે ગંભીર પ્રત્યત્નો થઈ રહ્યાં છે અને આ પ્રયત્નમાં બંને તરફ બરાબરની પહેલ થઈ રહી છે.
ઘણું બધુ
પાણીની શોધમાં 10 અરબનું નુકશાન
ટેંપો ચાલક પ્રિંસીપાલ બન્યો
રાજસ્થાનમાં ત્રણ મીણા વિધાયકોનું રાજીનામુ
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
લેફ્ટેનેંટ સહિત પાંચના મૃત્યું
હિન્દી કવયીત્રી કીર્તિ ચૌધરીનું નિધન