મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અડવાણીનાં પુસ્તકનું ભોપાલમાં લોકાર્પણ  Search similar articles
ભાષા

ભોપાલ. રાજધાની ભોપાલની અંદર ગઈ કાલે એક ભવ્ય સમારોહમાં આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરે યોગ ગુરૂ બાબા રામદેવની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તેમજ લોકસભામાં નેતા પ્રતિપક્ષ લાલકૃષ્ણ અડવાણીના અંગ્રેજી પુસ્તક માય કંટ્રી માય લાઈફનું હિન્દી સંસ્કરણ મેરા દેશ મેરા જીવનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે અડવાણીએ કહ્યું હતું કે જે કોઈ આ પુસ્તકને વાંચશે તેને જાણ થશે કે જે કઈ પણ તેમનું જીવન છે તે ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને કારણે જ છે.

અડવાણીએ કહ્યું કે તેમના વૈચારિક પરિવાર અને ખાનગી પરિવાર દ્વારા આપવામાં આવેલ સંસ્કાર અને શૈલીના લીધે જ તેમણે પ્રામાણિકતાથી લખવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે જે નાની મોટી ભુલો સંગ્રેજી પુસ્તકની અંદર રહી ગઈ હતી તેને આ પુસ્તકની અંદર દૂર કરવામાં આવી છે.

અડવાણીએ કહ્યું કે માય કંટ્રી માય લાઈફ તેમની કલ્પના નથી પરંતુ તેમની પુત્રી પ્રતિભા અડવાણીની કલ્પના છે.

આ પ્રસંગે શ્રી શ્રી રવિશંકરે અડવાણીની પ્રશંસા કરતાં કહ્યું કે જે વ્યક્તિ સમાજસેવામાં હશે તે જ આત્મકથા લખી શકે છે લાલચું માણસ ક્યારેય પણ પોતાની આત્મકથ લખી શકતો નથી. તેમણે એવું પણ કહ્યું કે અનુભવને વહેચવો તે પણ એક સમાજસેવા છે.
ઘણું બધુ
તિહાડ જેલમાં માદક પદાર્થનુ રેકેટ
ડાબેરીઓની ધમકીથી મનમોહન બેફિક્ર
ગરીબ લોકોએ આપી 883 કરોડની લાંચ
અસમમાં વિસ્ફોટ, 5 મર્યા, 35 ઘાયલ
નંદીગ્રામમાં બે રાજકીય પક્ષો વચ્ચે અથડામણ
પત્નીની હત્યા બાદ પતિની અત્મહત્યા