હૈદરાબાદ. આંધ્રપ્રદેશમાં નોકરી તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામતનો લાભ આપવા માટે દસ અન્ય જાતિઓનો નીચલા વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વાઈ એસ રાજશેખર રેડ્ડીની અધ્યક્ષતામાં ગઈ કાલે અહીંયા રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જાતીય પ્રતિનિધિત્વના આધાર પર રાજ્ય નીચલા વર્ગ આયોગે આ જાતિઓને નીચલા વર્ગમાં સમાવેશ કરવાની ઘોષણા કરી હતી.
|